બુધવાર, 20 એપ્રિલ, 2011

શુક્રવાર, 15 એપ્રિલ, 2011

શુક્રવાર, 8 એપ્રિલ, 2011

મંગળવાર, 5 એપ્રિલ, 2011

શબ્દોની નજાકત...

-->
શબ્દો કેવા નમણાં છે,
જાણે લયમાં વહેતા ઝરણાં છે,
બોલે તેના લે ઓવારણાં,
ને મૌન રાખનારના કરાવે પારણાં.

રવિવાર, 3 એપ્રિલ, 2011

આંબાનું એક વૃક્ષ

આંબાનું એક વૃક્ષ કેટલી બધી કેરીઓનું જતન કરી શક્યું,
પણ એ બધી કેરીઓથી આંબાના વૃક્ષનું જતન ના થઈ શક્યું.
માતાપિતા બાળપણથી બધા પુત્રોને સરખા હેતથી ઉછેરી શક્યા,
પણ એ બધા પુત્રો વૃદ્ધાવસ્થામાં માતાપિતાને સાચવી ન શક્યા.

ગુરુવાર, 31 માર્ચ, 2011

તમારી આગતા સ્વાગતામાં

તમારી આગતા સ્વાગતામાં કચાશ રાખી હશે,
તમારે કહેવાની હજુ વાત બાકી હશે,
ઓ-કાન્હા,તમે આ સ્થાન છોડીને નથી જવાના,
અમારે મન એ સમાચાર કાફી હશે.

સોમવાર, 28 માર્ચ, 2011

ઘડી બે ઘડી મળ્યા

ઘડી બે ઘડી મળ્યા અને હવે વિખૂટા પણ પડશું,

રહીએ ભલે એકબીજાથી દૂર પણ સંબંધો ટકાવી રાખશું,

ફરીથી આવો કોઈ અવસર આવશે તો જરૂર મળશું,

પણ આ યાદના સંભારણા જરૂર ટકાવી રાખશું.

સોમવાર, 21 માર્ચ, 2011

અમે તમને કહેણ મોકલ્યું

અમે તમને કહેણ મોકલ્યું કે આપ આવી જાવ,

કહો કંઈક એવું કે સૌના દિલમાં સમાઈ જાવ,

રંગ રાખ્યો તમે એવો કે અમે હરખાઈ ગયા,

એટલે જ અમે કહીએ છીએ કે આપ રોકાઈ જાવ.

ગુરુવાર, 17 માર્ચ, 2011

તમને ભૂલી જવાના

તમને ભૂલી જવાના પ્રયત્ન કરું છું ઘણીવાર,

ત્યારે હું મને જ ભૂલી જાવ છું પળવાર.

આવી ઉભો છું તમારી સામે કતારમાં,

કારણ કે હું ગળાડૂબ છું તમારા પ્યારમાં.

બુધવાર, 16 માર્ચ, 2011

થોડી હી દેરમેં આપ

થોડી હી દેરમેં આપ ચલે જાયેંગે,

સિર્ફ આપકી યાદે યર્હાં છોડ જાયેંગે,

આપકો જાને કા કિતના આનંદ હૈ,

લેકિન હમકો આપસે બિછડને કા ગમ હૈ.

મંગળવાર, 15 માર્ચ, 2011

આજે તમે તો અહીંથી

આજે તમે તો અહીંથી જઈ રહ્યાં છો,

સાથે સોનેરી પ્રકાશને લઈ જઈ રહ્યાં છો,

અહીં વધશે સર્વત્ર ઘોર અંધકાર,

અમે કેવી રીતે શોધશું રસ્તાની ભાળ.


શનિવાર, 12 માર્ચ, 2011

ભૂલાય તો ભૂલી જજોભૂલાય તો ભૂલી જજો પ્રીત,
પ્રેમમાં થઈ તમારી જીત,
કેમ કરીને ભૂલાશે ઓ-કાન્હા,
મેં પણ કોક દન કરીતી પ્રીત.

અમારે મનમંદિરે

અમારે મનમંદિરે રૂડો અવસર હતો આજે,
આ જાજરમાન અવસરને દીપાવ્યો તમે આજે,
તમે તમારી મધુર યાદ છોડી જશો જયારે,
અમે રાહ જોશું કે ફરીથી આવો અવસર આવે કયારે.

મંગળવાર, 1 માર્ચ, 2011

સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011