શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

ધોરણ-૭  સામાજિક વિજ્ઞાન  પ્રથમસત્ર
પાઠ-૧  : બે મહારાજ્યો
૨ - વાતાપી
૦૧
દક્ષિણના કયા રાજા સામે હર્ષવર્ધનની હાર થઈ હતી ?

પુલકેશી બીજો
૦૨
દક્ષિણ ભારતમાં ચાલુક્ય (સોલંકી) વંશે કયા નગરમાં પોતાની રાજધાની રાખી ?

વાતાપી નગરમાં (બાદામી કર્ણાટક)
૦૩
અશ્વમેઘ યજ્ઞ કોને કરાવ્યો હતો ?

પુલકેશી પહેલાએ
૦૪
તેના ધ્વજમાં શેનું ચિહ્ન હતું ?

વરાહાવતારનું ચિહ્ન 
૦૫
પુલકેશી પહેલા પછી તેમની ગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી પહેલાનો પુત્ર કીર્તિવર્મા
૦૬
કીર્તિવર્મા પછી રાજગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી પહેલાનો ભાઈ મંગલેશ
૦૭
મંગલેશ રાજા બન્યા પછી તેને કયું મંદિર બંધાવ્યું હતું ?

વિષ્ણુમંદિર
૦૮
મંગલેશ પછી રાજગાદી કોને સંભાળી હતી ?

પુલકેશી બીજો
૦૯
પુલકેશી બીજાનો સમયગાળો જણાવો.

ઈ.સ. ૬૧૦ થી ૬૪૨ સુધી
૧૦
પુલકેશી બીજાએ આશરે કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?

૩૦ વર્ષ સુધી
૧૧
પુલકેશી બીજાએ કયા કયા પ્રદેશો જીત્યા હતા ?

લાટ (દક્ષિણ ગુજરાત), ગુર્જર (ઉત્તર ગુજરાત), કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના વેંગી પ્રદેશો, આન્ધ્રપ્રદેશ
૧૨
પુલકેશી બીજો અને હર્ષવર્ધન કયાં ભેગા થયા અને મોટું યુદ્ધ થયું ?

નર્મદા પાસે
૧૩
હર્ષવર્ધનની વિજયકૂચ કોને થંભાવી દીધી ?

પુલકેશી બીજાએ
૧૪
હર્ષવર્ધન પુલકેશી વિગ્રહથી કનોજનું સામ્રાજ્ય ક્યાં સુધી આવીને અટકી ગયું ?

નર્મદા સુધી
૧૫
પુલકેશી બીજો શેનો શોખીન હતો ?

કળા (કલા) નો
૧૬
પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી ?

વાતાપી અને ધારાપુરીની ગુફાઓ, અજંતાની ગુફાઓ
૧૭
પુલકેશી બીજાનું મૃત્યુ કેવી રીતે થયું ?

કાંચીવરમના પલ્લવ વંશના રાજા સાથે યુદ્ધમાં લડતાં લડતાં પુલકેશી બીજાનું મૃત્યુ થયું (ઈ.સ. ૬૪૨ માં)
૧૮
હર્ષવર્ધનનું મૃત્યુ ક્યારે થયું હતું ?

પુલકેશી બીજાના મૃત્યુ પછી પાંચ વર્ષે (ઈ.સ. ૬૪૭ માં)

રૂઢિપ્રયોગ, ગુજરાતી, ધોરણ-૮રૂઢિપ્રયોગ (ગુજરાતી, ધોરણ ૮)

કાવ્ય-૨
જિંદગી ખરચી નાખવી - જીવન વેડફી દેવું
મહેનત ન ફળવી - મહેનત વ્યર્થ જવી
ધીરજ ખૂટવી - ધીરજ ન રહેવી, આશા છોડી દેવી, હિંમત હારી જવી

પાઠ-૩
તડકા છાંયડા જોવા - સુખ દુઃખમાંથી પસાર થવું
પૈસાની છોળ રેલાવી - ખૂબ પૈસા હોવા
ધૂળના ગોટા ઊડવા - પુષ્કળ ધૂળ ઊડવી
અનેક રંગો જોવા - અનેક અનુભવો થવા
ધ્રાસકો પડવો - ફાળ પડવી

કાવ્ય-૪
છૂ થવું - ગાયબ થવું, (અહીં) દૂર થવું

પાઠ-૫
સૂર પૂરવો - હા માં હા કહેવી
અધીરા બનવું - ઉતાવળા થવું

કાવ્ય-૬
જુદા આંક હોવા - જિંદગી વિશેની સમજ જુદી હોવી
બાથમાં બાથ ભીડવી - પ્રેમભર્યું આલિંગન આપવું

પાઠ-૭
જીભ કપાઈ જવી - બોલતા બંધ થઈ જવું
સાત ખોટનો દીકરો - સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો
મોં માગ્યા દામ આપવા - પૂરેપૂરી કિંમત ચૂકવવી
સ્તબ્ધ થઈ જવું - અવાક થઈ જવું
કળ વળવી - નિરાંત થવી
આંકડા માંડવા - ગણતરી કરવી
સૌ સારાં વાનાં થવાં - બધી રીતે શુભ થવું
નિરાશાની ઘેરી છાયા ફરી વળવી - ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું
ઝડપ કરવી - ઉતાવળ કરવી
પાન ખરે તેમ ખરવા - (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવાં
પેટનો ખાડો ઉણો રહેવો - ભૂખ દૂર ન થવી
લાજ જવાનો વખત આવવો - આબરૂ જવાનો પ્રસંગ આવવો
ત્રાહિ ત્રાહિ પોકાર કરવા - બચાવો બચાવો એમ મોટેથી બોલવું
આંચ ન આવવી - નુકસાન ન થવું

પાઠ-૯
હામ ન હોવી - હિંમત ન હોવી
ચીંથરા ફાડવા - નકામી કે આડી વાત કરવી
માઝા છાંડી જવી - મર્યાદા ઓળંગી જવી
મીટ મંડાવી - નજર સ્થિર કરવી
હાથ આવવો - સકંજામાં આવવું
ચાનક ચડવી - ઉત્સાહ આવવો
ચડે ભરાવું - જીદ ઉપર આવવું
આંબું આંબું થઈ રહેવું - જલદીથી પહોંચવા તત્પર થવું
મામલો જામી પડવો - પરિસ્થિતિ ખરાબ થવી
ભાન ભૂલી જવું - સાનભાન ન રહેવા
તલવારનો વાઢ પડવો - તલવારનો ઘા વાગવો
નાડે રજા લેવી - મરણ પામવાની તૈયારી હોવી
પ્રાણ નીકળી જવા - મૃત્યુ પામવું
પેટ બહુ મોટું હોવું - ઉદાર દિલના હોવું
રંગમાં ભંગ પડવો - આનંદમાં વિક્ષેપ પડવો
દી ફરવો - કુબુદ્ધિ સૂઝવી
કાળ આવી પહોંચવો - મૃત્યુ નજીક આવવું
કાળને અટકાવવો - મૃત્યુને રોકવું
ખુલાસો કરવો - સ્પષ્ટતા કરવી, ચોખવટ કરવી
તલવાર ગળે માંડવી - તલવાર ગળે અડાડી મારી નાખવાની તૈયારી બતાવવી
તલવાર ગળામાં પરોવવી - તલવારથી મારી નાખવું
લોહી છાંટવું - હત્યા કરવી
મરી ખૂટવી - મરી ગઈ
આભ સામે હાથ કરવો - કાંઈ બોલ્યા વગર ઈશારો કરીને
ફાળ ખાવી - ડર લાગવો, ધ્રાસકો પડવો
રઝળી પડવા - અનાથ થઈ જવાં, નિરાધાર થઈ જવાં
સાત ખોટનો દીકરો - સાત દીકરી પછી આવેલો દીકરો, એકનો એક દીકરો
જાતી કરવી - માફ કરવું
ખડી જવો - મૃત્યુ પામવો
હત્યા વહોરવી - મરી નાખવાના પાપમાં પડવું

પાઠ-૧૦
હિલોળે ચડવું - હિલ્લોળવું, કિલ્લોલવું, આનંદ ઉત્સાહ પ્રગટ કરવો
તાલાવેલી લાગવી - આતુરતા, ચટપટી, તાલાવેલી
ઢીલાઢસ થઈ જવું - સાવ ઢીલા થઈ જવું
બાધ માનવો - વાંધો લેવો
ગળણીથી ગાળવું - (અહીં) તારણ કાઢવું, સાર કાઢવો

રૂઢિપ્રયોગ ધોરણ-૮રૂઢિપ્રયોગ (ગુજરાતી, ધોરણ ૮)