શનિવાર, 26 સપ્ટેમ્બર, 2015

શબ્દસમૂહ ધોરણ-૮ પ્રથમ સત્ર


શબ્દસમૂહ માટે એક શબ્દ (ગુજરાતી, ધોરણ-૮) પ્રથમસત્ર
કાવ્ય-૪
ક્ષેમકુશળ રહો, કુશળ રહો એવો ભાવ સૂચવનારો ઉદગાર - ખમ્મા
ઉનાળાની ગરમ હવા - લૂ

પાઠ-૫
રાજ્યના કાયદા ઘડનારી સભા - વિધાનસભા, ધારાસભા
રાજ્ય કે દેશનું વડુંમથક - પાટનગર, રાજધાની
રક્ષક તરીકેની કામગીરી બજાવનાર - સુરક્ષાકર્મી

પાઠ-૭
સમજવામાં થતી ભૂલ - સમજફેર
સમાચાર વગેરેની જાહેરાત માટે દીવાલ પર ચોંટાડવાનો કાગળ - ભીંતપત્ર
કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર - કોટવાલ
વિજયનો પોકાર - જયઘોષ

પાઠ-૯
હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ - પડવો
બે ભાગમાં વહેંચીને વ્યવસ્થિત કરેલા દાઢીમૂછના વાળ - કાતરા
કેડ સુધી પહોંચતું કસવાળું અંગરખું - કેડિયું
એક નાનું બેધારું હથિયાર - કટારી, કટાર
વનમાં વૃક્ષોની લાંબી હાર - વનરાઈ, વનરાજી
કાવો અને અફીણને ઘોળીને બનાવેલું પીણું - કાવાકસૂંબા
ગામની ભાગોળનો દરવાજો - ઝાંપો
હાથીના લમણાનો ભાગ - કુંભસ્થળ, ગંડસ્થળ
ચાર કડીઓવાળું ઘોડાના મોંમાં પહેરાવાતું સાધન - ચોકડું, લગામ
ડાંગર વગેરે ખાંડવાનું લાકડાનું સાધન - સાંબેલું, મુસળ
હથેળીમાં આપવામાં આવતું અફીણનું પ્રવાહી - કસુંબો
હોળી ખેલનારો માણસ - ઘેરૈયો

પાઠ-૧૦
બાળપણનો સમય - બાલ્યકાળ
અધ્યયન કરવાનું સ્થળ - પાઠશાળા, નિશાળ
જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવી વ્યક્તિ - નિ:સ્પૃહ
તંત્રવિદ્યાને અનુસરનાર વ્યક્તિ - તાંત્રિક
પરમેશ્વર એકજ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે - એકબ્રહ્મનિષ્ઠા
સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક - લઘુકૌમુદી
ભિક્ષાવૃત્તિ, માગણવૃત્તિ - યાચનાવૃત્તિ
સૂવા માટેની પથારી - પાથરણું
ધાર્મિક શિક્ષણ આપવાનું સ્થાન - આશ્રમ

ગુરુવાર, 26 માર્ચ, 2015

આવકાર

નમસ્કાર મિત્રો,
આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા નવા બ્લોગની લીંક નીચે મુજબ છે તેના પર ક્લિક કરી આપ અઢળક માહિતી મેળવી શકો છો.
http://omarmik.blogspot.in/

બુધવાર, 20 એપ્રિલ, 2011

શુક્રવાર, 15 એપ્રિલ, 2011

શુક્રવાર, 8 એપ્રિલ, 2011

મંગળવાર, 5 એપ્રિલ, 2011

શબ્દોની નજાકત...

-->
શબ્દો કેવા નમણાં છે,
જાણે લયમાં વહેતા ઝરણાં છે,
બોલે તેના લે ઓવારણાં,
ને મૌન રાખનારના કરાવે પારણાં.

રવિવાર, 3 એપ્રિલ, 2011

આંબાનું એક વૃક્ષ

આંબાનું એક વૃક્ષ કેટલી બધી કેરીઓનું જતન કરી શક્યું,
પણ એ બધી કેરીઓથી આંબાના વૃક્ષનું જતન ના થઈ શક્યું.
માતાપિતા બાળપણથી બધા પુત્રોને સરખા હેતથી ઉછેરી શક્યા,
પણ એ બધા પુત્રો વૃદ્ધાવસ્થામાં માતાપિતાને સાચવી ન શક્યા.

ગુરુવાર, 31 માર્ચ, 2011

તમારી આગતા સ્વાગતામાં

તમારી આગતા સ્વાગતામાં કચાશ રાખી હશે,
તમારે કહેવાની હજુ વાત બાકી હશે,
ઓ-કાન્હા,તમે આ સ્થાન છોડીને નથી જવાના,
અમારે મન એ સમાચાર કાફી હશે.

સોમવાર, 28 માર્ચ, 2011

ઘડી બે ઘડી મળ્યા

ઘડી બે ઘડી મળ્યા અને હવે વિખૂટા પણ પડશું,

રહીએ ભલે એકબીજાથી દૂર પણ સંબંધો ટકાવી રાખશું,

ફરીથી આવો કોઈ અવસર આવશે તો જરૂર મળશું,

પણ આ યાદના સંભારણા જરૂર ટકાવી રાખશું.

સોમવાર, 21 માર્ચ, 2011

અમે તમને કહેણ મોકલ્યું

અમે તમને કહેણ મોકલ્યું કે આપ આવી જાવ,

કહો કંઈક એવું કે સૌના દિલમાં સમાઈ જાવ,

રંગ રાખ્યો તમે એવો કે અમે હરખાઈ ગયા,

એટલે જ અમે કહીએ છીએ કે આપ રોકાઈ જાવ.

ગુરુવાર, 17 માર્ચ, 2011

તમને ભૂલી જવાના

તમને ભૂલી જવાના પ્રયત્ન કરું છું ઘણીવાર,

ત્યારે હું મને જ ભૂલી જાવ છું પળવાર.

આવી ઉભો છું તમારી સામે કતારમાં,

કારણ કે હું ગળાડૂબ છું તમારા પ્યારમાં.

બુધવાર, 16 માર્ચ, 2011

થોડી હી દેરમેં આપ

થોડી હી દેરમેં આપ ચલે જાયેંગે,

સિર્ફ આપકી યાદે યર્હાં છોડ જાયેંગે,

આપકો જાને કા કિતના આનંદ હૈ,

લેકિન હમકો આપસે બિછડને કા ગમ હૈ.